નમસ્કાર મિત્રો, અહીં આપણે TAT Exam Syllabus 2023 નો સંપૂર્ણ માહિતી જોઈશું, જેમાં પ્રશ્નપત્ર 1નો અભ્યાસ ક્રમ શું હશે અને પ્રશ્નપત્ર 1નો અભ્યાસ ક્રમ શું હશે ? વિષયોનું કેટલું ગુણભાર રહેશે ? આપણા પેપરનો સમય શું રહેશે ? પરીક્ષા ક્યારે યોજાશે એ તમામ માહિતી આપણે અહીંયા જોઈશું, આ સિવાય તમારે જો TAT Exam Syllabus 2023 મુજબ ધોરણ વાઈજ વિષયોની માહિતી જોઈતી હોય તો તમે આપણી Ved Digital Education youtube ચેનલમાં જઈને આ બધા જ વિષયોની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો
પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam)
- આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨ માં ૧૦૦ પ્રશ્નો રહેશે.
- આ કસોટીમાં કુલ ૨00 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે.
- આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની (Multiple Choice Question) OMR આધારીત રહેશે. આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
- દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
- આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ (માઇનસ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.
વિભાગ- ૧: સામાન્ય અભ્યાસ (૧00 પ્રશ્નો) (૧૦૦ ગુણ)
(અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)
બંધા૨ણની મૂળભૂત ફરજો (Fundamental duties-Article-51(A)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી.
(બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ)
(I) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવણીના સ્વરૂપો(ઔપચારીક, અનઔપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)
(II) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, ૨૪-મનોવલણ, અભિયોગ્યતા.
(III) વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લેમ સહિત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.
(ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ)
વ્યાક૨ણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિામ ચિન્હો, અનેકાર્થી, પર્યાયી શબ્દો વિગેરે), સંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલશોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ.
(ઇ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, ૨પેલીંગ સુધા૨ણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે
વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)
(અ) વિષયવસ્તુ (૮0 પ્રશ્નો) (૮૦ ગુણ)
સંબંધિત વિષયના ધો૨ણ-૯ થી ૧૦ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ. -પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.
(બ) વિષયવસ્તુ આધારીત પદ્ધતિના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)
પરીક્ષાનું માધ્યમઃ
આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઇપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રામિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે.
See More : Youtube Channel Link
મુખ્ય કસોટી (Mains Exam) વર્ણનાત્મક લેખિત સ્વરૂપ
પ્રશ્નપત્ર-૧: ભાષા ક્ષમતા
અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦૦ ગુણ
અથવા
બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ
અથવા
ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦૦ ગુણ
પ્રશ્નપત્ર-૨: વિષયવસ્તુ (Content) અને પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) (કોષ્ટક-૨ મુજબ) (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)
- આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી / હિન્દી / અંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા ૨૦૦ ગુણની રહેશે.
- આ પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ ૯ થી ૧૦નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે.
- પ્રશ્નપત્ર-૧માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે.
- પ્રશ્નપત્ર-૨માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.
પ્રશ્નપત્ર-૧ ગુજરાતી/હિન્દી સજ્જતા (૧૦૦ ગુણ)
- નિબંધ : આશરે ૨૫૦ થી 300 શબ્દોમાં
- સંક્ષેપીકરણ આપેલ ગદ્યમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ
- પત્રલેખન : (આશરે ૧૦૦ શબ્દોમાં) (અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદ વગેરે)
- ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર)
- વ્યાકરણ (સૂચવ્યા મુજબ જવાબ લખો)
- રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યપ્રયોગ
- કહેવતોનો અર્થ
- છંદ ઓળખાવો
- સમાસનો વિગ્રહ અને ઓળખ
- અલંકાર ઓળખાવો
- જોડણી શુદ્ધિ
- સંધિ – જોડો કે છોડો
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ
- વાક્યરચનાના અંગો/ વાક્યના પ્રકા૨ વાક્ય પરિવર્તન
પ્રશ્નપત્ર-૧ અંગ્રેજી સજજતા (૧૦૦ ગુણ)
- Report Writing (in about 200 words)
- Writing on Visual Information (in about 150 words)
- Formal Speech (in about 150 words)
- Application/Letter Writing (in about 150 words)
- GrammarTenses, Narration (Direct-Indirect), Use of articles and determiners, Transformation of sentences, Use of Propositions, Use of Phrasal Verbs, Administrative Glossary, One-word substitution, Cohesive devices/connectives/ Linkers, Voice, Use of idiomatic expressions, Synonyms/Antonyms, Affixes, Word that cause confusion like homonyms/homophones
પ્રશ્નપત્ર-૨ : વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા (કોષ્ટક-૨) (૧૦૦ ગુણ)
- મુદ્દાસર જવાબ આપો (૨૦૦ થી ૨૫૦ શબ્દોમાં) પાંચમાંથી કોઇપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ)
- માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨૦૦ શબ્દોમાં) છ માંથી કોઇ પણ ચાર (દરેકના ૦૬ ગુણ)
- માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાત માંથી કોઇપણ પાંચ (દરેકના ૦૪ ગુણ)
- એક કે બે વાક્યમાં જવાબ આપો દસ ફરજિયાત (દરેકના ૦૨ ગુણ)
- હેતુલક્ષી પ્રશ્નો (દરેકના ૦૧ ગુણ) ખાલી જગ્યા પૂરો / જોડકાં જોડો/ સાચા-ખોટા / વગેરે (૧૨ ગુણ)