Other

ધો. 6 થી 12 ના ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમા ફેરફાર 2023 ॥ Std 6 to 12 Maths and Science Textbook Changes 2023

જુન-૨૩ થી શરુ થતાં નવા શૈક્ષણિક સત્રમાં ધો.૬ થી ૧૨ માં ગણિત તથા વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો અંગે.

જયભારત સાથ જણાવવાનું કે, NCERT દ્વારા વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે ધો. 6 થી 12 ના ગણિત અને વિજ્ઞાન વિષયમાં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરેલ છે અને તે અનુસાર ઘટાડેલ પાઠ્યસામગ્રી મુજબ NCERT એ ધો. ૬ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો આ વર્ષે પ્રસિદ્ધ કરેલ છે. જે મુજબ સંદર્ભ-1, 2 અને 3 અનુસારના પત્રોથી થયેલ સૂચના અન્વયે મંડળ દ્વારા ચાલુ વર્ષે જૂન-૨૩થી શરુ થતા શૈક્ષણિક વર્ષમાં ધો. ૬ થી ૧૨ ના ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો મુદ્રિત કરેલા છે તે બજારમાં ઉપલબ્ધ થશે. હાલ બજારમાં, શાળાઓમાં તથા વાલી કે વિદ્યાર્થીઓ પાસે ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા પાઠ્યપુસ્તકો પણ ઉપલબ્ધ હોય આ બાબતે સંદર્ભ-4 અનુસાર મળેલ મંજૂરી અન્વયે નીચે મુજબની સૂચના ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થવા વિનંતી.

ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન

ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન વિષય તેમજ ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોમાં સામેલ પત્રકમાં દર્શાવેલ વિગત મુજબના પ્રકરણના અમુક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણને દૂર કરવામાં આવેલા છે. જેથી ગત વર્ષમાં અમલી/મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા શિક્ષક કે વિદ્યાર્થી પાસે ઉપલબ્ધ હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને પણ ઉપયોગ કરી શકાશે, શિક્ષક દ્વારા ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓની નોંધ વિદ્યાર્થીના પુસ્તકમાં કરાવવાની તકેદારી રાખવાની રહેશે.

ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન

આમ, ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન તેમજ ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના ઘટાડેલ પાઠ્યક્રમ સાથેના ચાલુ વર્ષે મુદ્રિત થયેલા નવા પાઠ્યપુસ્તક અનુસાર શાળાઓમાં ભણાવવામાં આવે અને જો ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા શિક્ષક કે વિદ્યાર્થી પાસે હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે તેવી કાળજી રાખવાની રહેશે.

New Textbook : Click here

Ved Digital Education

View Comments

Recent Posts

TAT પરીક્ષાનો સિલેબસ 2023 ॥ TAT Exam Syllabus 2023

નમસ્કાર મિત્રો, અહીં આપણે TAT Exam Syllabus 2023 નો સંપૂર્ણ માહિતી જોઈશું, જેમાં પ્રશ્નપત્ર 1નો…

2 years ago

શાળાકીય પ્રવૃત્તિ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ કેલેન્ડર || Academic Year 2023-24 School Activity Calendar

નમસ્કાર, ઘણા મિત્રોને પ્રશ્ન છે કે આવનારુ શાળાકીય શૈક્ષણિક વર્ષ 2023-24 ક્યા સમયથી કયા સમય…

2 years ago

Std 6 New Gujarati Textbook Pdf || ધોરણ 6 ગુજરાતી પાઠયપુસ્તક Pdf

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે std 6 new gujarati textbook pdf આવી ગઈ…

2 years ago

ધોરણ 12નું રિઝલ્ટ 2023 ॥ Std 12 Result 2023 || Std 12 Commerce Result 2023 || Std 12 Arts Result 2023

ધોરણ 12નું રિઝલ્ટ 2023 – ગુજરાત બોર્ડ મે 2023 માં std 12 Commerce Result 2023…

2 years ago

ધોરણ 10નું રિઝલ્ટ 2023 ॥ Std 10 Result 2023 || Dhoran 10 Result 2023

ધોરણ 10નું રિઝલ્ટ 2023 – ગુજરાત બોર્ડ મે 2023 માં ધોરણ 10માનું રિઝલ્ટ જાહેર કરશે.…

2 years ago

ધોરણ 9 ગુજરાતી ગાલા સ્વાધ્યાયપોથી પાઠ 1 PDF ॥ Std 9 Gujarati Gala Swadhyay Pothi Chapter 1 PDF

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધણા સમયથી વિદ્યાર્થીની માંગણી હતી કે સાહેબ અમને Std 9 Gujarati Gala…

2 years ago